Sunday, April 19, 2015

અમેં

કાતિલ ઠંડીમાં
ફૂટપાથ પર
અમને કામળો ઓઢાડી
કેમેરામાં કેદ કરી રાખે છે એ અવસર.
પણ બીજી જ ક્ષણે
ખેંચાઈ ગયો હોય છે કામળો
અમારા અંગ ઉપરથી.
અમે ફરી
ધ્રૂજતા
કંપતા
થરથરીએ છીએ,

પરિવર્તન


પરિપાક


અમારા પૂર્વજોએ
પરસેવો વાવેલો.
બદલામાં અમે લણી
વેઠિયાગીરી.
જેટજેટલું વેઠયું
એટલા વધ્યા
પીઠ પરના સોળ.
એની કાળી બળતરા
આગિયો બનીને
ક્યારેક ઝબૂકી જાય છે
ને
મનની ક્ષિતિજ
બે ઘડી
થઇ ઊઠે છે લાલઘૂમ...

સ્મૃતિ


પંગુ

હું અબળા
ને
એ ય પાછી પંગુ.
એ ઝેરી કાંટો
સદીઓથી લવક્યા કરે છે
મારી પાનીમાં.
મારા પગ આગળથી જ
આમ તો
પ્રારંભાય છે સરે આમ રસ્તો,
પણ .................................

કઠપૂતળી

ઇતિહાસની કથાઓ
ગર્જના કર્યા કરે છે
મારામાં.
એમની  આંગળીઓના ઇશારે.
હું મારા કબીલાનું પેટ  ભરવા
નાચ્યા કરું છું
કઠપૂતળી થઈને.
મારેય
કહેવા માટે છે દરિયા જેવડી કથા.
પણ
હું તો માત્ર કઠપૂતળી!!!
 

પ્રિયંકા કલ્પિત : તસવીરોમાં

























પ્રિયંકા કલ્પિત : સર્જન



પ્રિયંકા કલ્પિત